સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં ધોધમાર વરસાદના કારણે મગફળી પલળતા ખેડૂતોને વધી નુકસાનની ચિંતા

Published on: 6:01 pm, Fri, 2 October 20

હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદને લઈને ભારે આગાહી કરવામાં આવી છે. કોરોના મહામારી અને ભારે વરસાદની વચ્ચે ગઈકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. બુધવારના રોજ ગોંડલ તાલુકાની માફક આવેલા જસદણ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ધોધમાર વરસાદના કારણે માર્કેટ યાર્ડ માં ઉપસ્થિત મગફળીઓ પલળી હતી અને ખેડૂતોની ચિંતા વધી હતી.ગોંડલ માર્કેટ યાર્ડ માં જે પ્રકારે ખુલ્લા રાખવામાં આવેલા ખેડૂતોની મગફળી પાણીમાં પલળી જતાં ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

તે પ્રકારના દ્રશ્યો કઈ જસદણ માર્કેટ યાર્ડ માં પણ સામે આવ્યા હતા.પાણીના ધસમસતા પ્રવાહમાં મગફળી તણાઈને જતી હોય .આ વર્ષે ખેડૂતોને વરસાદના કારણે ખૂબ જ નુકસાન ભોગવવું પડ્યું છે.

તો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!