મોબાઇલની દુકાનમાં એક પોલીસ કર્મચારીની સાવ નાની એવી ભૂલના કારણે, એક યુવકનું મોત – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 12:00 pm, Fri, 21 October 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. પણ અમુક વખત સોશિયલ મીડિયામાં આપણી સામે એવા વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે પણ ચોકી થતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં એક પોલીસ કર્મચારીની બેદરકારીના કારણે એક યુવકે પોતાનું જીવ ગુમાવ્યો છે. આ ઘટના પંજાબમાં બની હતી. અહીં પંજાબ પોલીસમાં તૈનાત ASI કક્ષાના એક પોલીસ કર્મચારીની ગંભીર બેદરકારી સામે આવી છે. પોલીસ કર્મચારીની બેદરકારીના એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઘટના બુધવારના રોજ અમૃતસર રેલવે સ્ટેશનની સામે લિબર્ટી માર્કેટમાં બપોરે બની હતી. ASI હરભજન સિંહ નામના પોલીસ કર્મચારી મોબાઈલ ની દુકાન પર મોબાઈલ જોવા માટે આવ્યા હતા. ત્યારે ત્યાં પોલીસ કર્મચારી હરભજન સિંહે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢીને લોકોને બતાવવા લાગ્યો હતો.

ત્યારે આજુબાજુ ઉભેલા લોકોને ખ્યાલ ન હતો કે થોડીક વારમાં શું થવાનું છે. મળતી માહિતી અનુસાર પોતાની સર્વિસ રિવોલ્વર વિશે વાત કરતા કરતા ભુલમાંથી હરભજન સિંહ રિવોલ્વરનું ટ્રિગર દબાવી દે છે. જેના કારણે અચાનક જ ગોળી છૂટી હતી અને સામે ઉભેલા 27 વર્ષના અંકુશ નામના દીકરાને ગોળી વાગી ગઈ હતી.

આ ઘટના બનતા જ આસપાસના લોકો અંકુશની મદદ માટે દોડી આવ્યા હતા. પરંતુ પોલીસ કર્મચારી તકનો લાભ ઉઠાવીને ઘટના સ્થળેથી ભાગી જાય છે. ત્યારબાદ અંકુશને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ પોલીસ કર્મચારી સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોબાઇલની દુકાનમાં એક પોલીસ કર્મચારીની સાવ નાની એવી ભૂલના કારણે, એક યુવકનું મોત – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*