મયુરસિંહ રાણાને જાહેરમાં ધોકાવાળી કરનાર દેવાયત ખવડે જેલમાંથી બહાર આવીને કહ્યું કે, “યોગ્ય સમય આવશે ત્યારે ઘણા…જુઓ દેવાયત ખવડે શું શું કહ્યું…

Published on: 11:34 am, Wed, 1 March 23

મિત્રો તમે બધા ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડને તો જરૂર ઓળખતા હશો. જેથી ઘણા સમય પહેલા દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને રાજકોટમાં મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ દેવાયત ખવડ દસ દિવસ સુધી પોતાના બે સાથીદારો સાથે ફરાર થઈ ગયા હતા અને પછી તેઓ સામેથી પોલીસ સમક્ષ સરેન્ડર થઈ ગયા હતા.

ત્યારબાદ ઘણી વખત તેમને કોર્ટમાં જામીન માટે અરજી કરી પરંતુ કોર્ટ દેવાયત ખવડની જામીન અરજી નામંજૂર કરતું હતું. ત્યારે ગઈકાલે કોર્ટ દ્વારા દેવાયત ખવડની જામીનની અરજીને મંજૂર કરવામાં આવી હતી. 72 દિવસ જેલમાં દિવસો વિતાવ્યા બાદ હવે દેવાયત ખવડ જામીનની અરજી ઉપર જેલમાંથી બહાર આવશે. એક શરત પર દેવાયત ખવડને જામીનની અરજી આપવામાં આવી છે.

દેવાયત ખવડને છ મહિના સુધી રાજકોટમાં નહીં પ્રવેશવાની શરત પર તેને જામીન આપવામાં આવી છે. શિવરાત્રીના થોડાક દિવસ પહેલા દેવાયત ખવડ કોર્ટમાં વચગાળાની જામીન માટેની અરજી કરી હતી. પરંતુ કોર્ટ દ્વારા તે જામીનની અરજી ફગાવી દેવામાં આવી હતી. પરંતુ આ વખતે દેવાયત ખવડને જામીનની અરજી મળી ગઈ છે એટલે કે હવે દેવાયત ખવડ ધુળેટીનો તહેવાર જેલમાં નહીં પરંતુ બહાર ઉજવશે.

દેવાયત ખવડ 6 મહિના સુધી પોતાના ઘરે પ્રવેશ નહીં કરી શકે કારણ કે તેમનું ઘર રાજકોટમાં આવેલું છે. જેલમાંથી બહાર આવ્યા બાદ સૌપ્રથમ દેવાયત ખવડ પંટાગણમાં આવેલા માતાજીના મંદિરે ગયા હતા. ત્યાં તેમને મીડિયા સાથે વાતચીત કરી હતી. લોક સાહિત્યકાર દેવાયત ખવડે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તેઓ પોતાના અઢારે વર્ણના ચાહકો અને માતાજીનો આભાર માને છે.

આ ઉપરાંત દેવાયત ખવડ અમૃત ઘાયલનો એક શેર પણ મીડિયા સામે બોલે છે. દેવાયત ખવડ અમૃત ઘાયલનો શેર બોલતા કહે છે કે, “સંસારમાં જેને વસમી સફર વેઠી નથી, તેને શું છે જગત તેની ખબર હોતી નથી.” એટલે જીવનમાં તમને ઘણા અનુભવો પણ જિંદગી જીવતા શીખવાડતા હોય છે.

પછી દેવાયત ખવડ તમામ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ જ આભાર માને છે. પછી મીડિયા ટીમ દ્વારા દેવાયત ખવડાને પૂછવામાં આવે છે કે ઘણા સમયથી તમારા ઉપર ઘણા બધા અક્ષેપો છે તેના ઉપર તમારું શું કહેવું છે? ત્યારે દેવાયત ખવડ જણાવે છે કે, સમય આવશે ત્યારે તેનો જવાબ આપીશું અને ઘણા બધા ખુલાસા કરશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મયુરસિંહ રાણાને જાહેરમાં ધોકાવાળી કરનાર દેવાયત ખવડે જેલમાંથી બહાર આવીને કહ્યું કે, “યોગ્ય સમય આવશે ત્યારે ઘણા…જુઓ દેવાયત ખવડે શું શું કહ્યું…"

Leave a comment

Your email address will not be published.


*