નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રસીકરણ ને લઈને કરી મહત્વની જાહેરાત, કહ્યું કે રાજ્યમાં દર બે અઠવાડિયે આ બે દિવસ…

Published on: 9:46 pm, Wed, 14 July 21

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ઘટી રહી છે અને કોરોના કેસની સંખ્યા દિવસે ને દિવસે નીચે આવતી જાય છે. ત્યારે રાજ્યમાં એક અઠવાડિયામાં બે દિવસ રસીકરણ કેન્દ્ર રહેશે બંધ. આજરોજ મમતા દિવસ હોવાના કારણે રાજ્યમાં કોરોના ની રસી નું વિતરણ થયું નથી.

અને રવિવારના રોજ પણ રાજ્યમાં લોકોને કોરોના ની રસી નહીં મળે આ સમગ્ર વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સમક્ષ કરી હતી વાતચીત દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આપણે ત્રણ કરોડ વધુ ગુજરાતીઓ ને કોરોના ની રસી આપી દીધી છે.

એ સમયે રાજ્યમાં 12 થી 13 હજાર જેટલા કોરોના કેસ આવતા હતા. તે સમયે લોકોની સુરક્ષા ખૂબ જ જરૂરી હતી. એટલે કે એક જ દિવસમાં બે કામગીરીઓ અમે કરી રહ્યા હતા. પરંતુ હવે રાજ્યમાં ધીમે ધીમે કોરોના સંક્રમણ કાબૂમાં આવતું જાય છે.

આ ઉપરાંત દર અઠવાડિયે મમતા દિવસ ને બાદ કરી અને રવિવારની બાદ કરીને બાકીના તમામ દિવસોમાં રાજ્યની જનતાને રસી આપવામાં આવશે. લગભગ દરરોજ રાજ્યમાં અઢીથી ત્રણ લાખ લોકોને કોરોના ની રસી આપવામાં આવે છે.

ઉપરાંત તેમને જણાવ્યું કે રસીનો જથ્થો સમયસર મળી રહે તે માટે અમે ભારત સરકારના સંપર્કમાં છીએ અને આજે પણ ત્રણ લાખથી પણ વધુ રસીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત આવતીકાલે 4 લાખ રસીનો જથ્થો મળવાનો છે.

આ ઉપરાંત રવિવારના રોજ રસીકરણ બંધ રાખવાના મુદ્દા પર તેમને કહ્યું કે મમતા દિવસ બાળકો અને માતા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે એટલે મમતા દિવસે અમે રસી આપવાનું બંધ રાખ્યું છે.

ઉપરાંત તેમને કહ્યું કે અમારા કર્મચારીઓ દોઢ વર્ષ થી રાજ્ય સરકારે કરેલી કામગીરીને કોઈ પણ રજા કે તહેવારને ધ્યાનમાં લીધા વગર સતત કામ કરી રહ્યા છે.

એટલે સ્વભાવિક રીતે તેમને રવિવારે રજા મળે તેથી તેનું સામાજિક અને અન્ય કામગીરી કરવી હોય તો અને કામગીરી કરવી હોય તો તેને સમય મળે તે માટે રવિવાર ના રોજ રજા રાખવામાં આવશે. આ ઉપરાંત બાકીના દિવસોમાં રસીકરણ કાર્યક્રમ શરૂ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રસીકરણ ને લઈને કરી મહત્વની જાહેરાત, કહ્યું કે રાજ્યમાં દર બે અઠવાડિયે આ બે દિવસ…"

Leave a comment

Your email address will not be published.


*