વડોદરા-પાદરા રોડ પર કૂતરાને બચાવવા જતા બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા – બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયું…

Published on: 5:20 pm, Thu, 16 June 22

હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે યુવકોને પોતાના જીવ ગુમાવ્યા છે. વડોદરા નાગરવાડા આમલી ફળિયામાં રહેતા ત્રણ મિત્રોની કારને બિલ ગામ પાસે અકસ્માત નડયો હતો. રસ્તા પર જતાં કૂતરાને બચાવવામાં કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના પગલે કારમાં સવાર બે યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર બંનેના કરૂણ મૃત્યુ થયા હતા.

જ્યારે ઇજાગ્રસ્ત થયેલા મીત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. એક જ વિસ્તારના બે યુવકોના મૃત્યુ થતાં પરિવાર અને સમગ્ર વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો

મળતી માહિતી અનુસાર 22 વર્ષીય યશ અશોકભાઈ પટેલ નામનો યુવક ડેકોરેશન અને ઈવેન્ટ મેનેજર નો વ્યવસાય કરતો હતો. યશને પાદર ખાતે ડેકોરેશન અને ઇન્વિટેશન મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેથી તે આજરોજ વહેલી સવારે તેના મિત્ર મિહિર વિનોદ ચાવડા (ઉંમર 20 વર્ષ) અને સુનીલ દિનેશ વસાવા (ઉંમર 33 વર્ષ) સાથે 4 વાગ્યાની આસપાસ કારમાં પાદર જઈ રહ્યો હતો.

આ દરમિયાન બિલ ગામ પાસે રસ્તા પર અચાનક એક કુતરુ રોડ પર આવી જાય છે. કૂતરાને બચાવવા જતાં કાર પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી ખાઇ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કારમાં સવાર યશ અશોકભાઈ પટેલ અને મિહિર વિનોદભાઈ ચાવડાને ગંભીર ઈજા પહોંચી હતી.

તેથી બંનેને સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બંનેના ત્યાં સારવાર દરમ્યાન કરૃણ મૃત્યુ નિપજયા હતા. જ્યારે સુનિલ વસાવા અને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા મૃતક યુવકના મિત્રો અને તેમના પરિવારના લોકો સયાજી હોસ્પિટલ દોડી આવ્યા હતા.

અકસ્માતની ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃત્યુ પામેલા બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરા-પાદરા રોડ પર કૂતરાને બચાવવા જતા બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા – બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*