પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ : બેફામ સ્કૂલ બસ ડ્રાઈવરે એક 19 વર્ષના યુવકને લીધો અડફેટેમાં – યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 11:59 am, Mon, 4 April 22

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની સંખ્યા વધી રહી છે. જ્યારે હરિયાણામાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 19 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટના હરિયાણા પાણીપત જિલ્લાના મતલૌડા શહેરથી થીરાના હાઇવે પર બની હતી.

એક ખાનગી શાળાના બસ ડ્રાઈવરે રોડની સાઈડમાં ઉભેલ આ બાઈક સવાર યુવકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં યુવકનું કરુણ મૃત્યુ થયું હતું. ઘટના બન્યા બાદ બસ ચાલક બસ સાથે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. મળતી માહિતી મુજબ 31 માર્ચના રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ સોનુ પોતાના પિતરાઈ ભાઈ વિનોદ (19 વર્ષ) સાથે બાઈક પર મતલૌડાથી થીરાના તરફ કામ પર જઈ રહ્યા હતા.

સોનુ બાઇક ચલાવી રહ્યો હતો. ત્યારે સોનુ રસ્તાની સાઇડ પર બાઈક પાર્ક કરીને પોતાના કામે જાય છે. આ સમયે વિનોદ બાઇક પાસે ઉભો હોય છે. ત્યારે એક ખાનગી શાળાને પીળા કલરની HR 67 A 9176 નંબરની બસ થીનારા તરફ આવી રહી હતી.

ત્યારે બસ ડ્રાઇવરની બેદરકારીના કારણે પુરપાટ ઝડપે જતી બસસે વિનોદને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માત બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આસપાસના લોકો દ્વારા વિનોદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ત્યાં વિનોદ ની પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને ચંદીગઢમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન વિનોદનું કરૂણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ : બેફામ સ્કૂલ બસ ડ્રાઈવરે એક 19 વર્ષના યુવકને લીધો અડફેટેમાં – યુવકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*