સલામ છે આ મહિલાને! આ મહિલાએ ટ્રેનના તુટેલા પાટા જોઈને પોતાની લાલ સાડીથી ટ્રેનને રોકી, 150 લોકોના જીવ બચાવ્યા…

Published on: 12:21 pm, Mon, 4 April 22

તમે ઘણી વખત એવા બનાવો સાંભળ્યા હશે. જેમાં એક નાનકડી ભૂલને કારણે મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે. ઘણી વખત એક જણાની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવવા પડતા હોય છે. ત્યારે હાલમાં એક મહિલાએ પોતાની બહાદુરીથી એક મોટી દુર્ઘટના બનતા અટકાવી છે.

આ ઘટના બન્યા બાદ લોકોએ મહિલાના ખુબ જ વખાણ કર્યા હતા. મળતી માહિતી અનુસાર એક મહિલા ટ્રેનના પાટાની બાજુમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે મહિલાએ ટ્રેનના પાટા તુટેલા જોયા હતા. આ સમયે મહિલાએ પોતાની લાલ સાડીનો ઉપયોગ કરીને ટ્રેનને રોકી લીધી હતી.

અને ટ્રેનમાં સવાર મુસાફરોનો જીવ બચાવી લીધો હતો. ચાલો આ ઘટના વિશે વિસ્તૃતમાં જાણીએ. મળતી માહિતી અનુસાર સવારના આઠ વાગ્યાની આસપાસ એટા થી આગરા જઈ રહેલી ટ્રેન નગલા ગુલેરીયા ગામ પહોંચી હતી. ત્યારે યુવતી નામની એક મહિલા ખેતરે જઈ રહી હતી.

ત્યારે મહિલાની નજર ટ્રેનના તૂટેલા પાટા પર પડી હતી. આ જોઈને મહિલાને થયું કે જો ટ્રેન અહીંથી પસાર થાય તો મોટી દુર્ઘટના બનશે. ત્યારબાદ મહિલા પોતાની બહાદુરીથી પોતે પહેરેલી લાલ સાડી ટ્રેનના પાટાની વચોવચ બાંધી દીધી. ટ્રેનના પાટાની વચોવચ લાલ કપડું જોઇને ટ્રેનનો પાયલોટ સમજી ગયો અને તેને યોગ્ય સમયે ટ્રેનને રોકી દીધી.

ત્યાર બાદ મહિલાએ જણાવ્યું કે ટ્રેનના પાટા તૂટેલા છે. ત્યારબાદ આ ઘટનાની જાણ રેલવે અધિકારીઓને કરવામાં આવી હતી. ઉપરાંત રેલવે કર્મચારીઓ દ્વારા પાટાને બદલવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ટ્રેનમાં લગભગ 150 મુસાફરો સવારી કરી રહ્યા હતા.

આ મહિલાએ પોતાની સમજણ અને બહાદુરી બતાવીને 150 મુસાફરોના જીવ બચાવી લીધા છે અને એક મોટી દુર્ઘટના બનતી ટાળી છે. આ ઘટના બન્યા બાદ લોકોએ મહિલાની બહાદુરીના ખુબ જ વખાણ કર્યા હતા. આ મહિલાની બહાદુરીને એક સલામ જરૂર કરજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સલામ છે આ મહિલાને! આ મહિલાએ ટ્રેનના તુટેલા પાટા જોઈને પોતાની લાલ સાડીથી ટ્રેનને રોકી, 150 લોકોના જીવ બચાવ્યા…"

Leave a comment

Your email address will not be published.


*