એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ : લુણાવાડામાં એક બેકાબૂ ટ્રકે બાઈકને લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક સવાર પતિ-પત્ની અને બે બાળકોનું મૃત્યુ…

Published on: 12:11 pm, Sun, 29 May 22

મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચાર કોશીયા નાકા પાસે બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

બાઈક સવાર પતિ પત્ની અને બંને બાળકોનું એકસાથે કરૂણ મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટના બનતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

આ અકસ્માતની ઘટના ગત મોડી રાત્રે બની હતી. મોડી રાત્રે ચાર કોશીયા પાસે એક ટ્રકના ચાલકે બાઈક પર સવાર પતિ-પત્ની અને બે બાળકોને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં બાઈક પર સવાર પરિવારના ચારેય સભ્યોને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમના ઘટનાસ્થળે મૃત્યુ નિપજયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

એક સાથે ચાર લોકોના મૃત્યુ થતાં ત્યાં હાજર લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.

આ અકસ્માત બનતા જ સમગ્ર લુણાવાડા પંથકમાં માતમ છવાઇ ગયો છે. આ અકસ્માતના કારણે લોકો ભારે ગુસ્સામાં ભરાયા છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ : લુણાવાડામાં એક બેકાબૂ ટ્રકે બાઈકને લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક સવાર પતિ-પત્ની અને બે બાળકોનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*