અમદાવાદમાં બ્રિજ પર જતી ટુ-વ્હીલરને પાછળથી કારે લગાવી જબરદસ્ત ટક્કર, પતિ-પત્ની બ્રિજ પરથી નીચે પડ્યા, બંનેનું એકસાથે કરૂણ મૃત્યુ…

Published on: 11:50 am, Sun, 29 May 22

અમદાવાદ શહેરમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક પતિ-પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર એક બેકાબૂ કાર ચાલકે બ્રિજ પર ટુ-વ્હીલર પર સવાર પતિ-પત્નીને પાછળથી જબરદસ્ત લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પતિ-પત્ની બ્રિજ પરથી નીચે પડ્યા હતા.

આ કારણોસર બંને નો કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના અમદાવાદના સોલા ભાગવત પુલ પર બની હતી. અમદાવાદમાં આ દર્દના અકસ્માતની ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે હાલમાં કારના નંબર અને સીસીટીવી ફૂટેજની મદદથી કારચાલકની શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા પતિનું નામ દ્વારકેશભાઈ અને પત્નીનું નામ જુલીબેન હતું.

પતિ-પત્ની ચાંદખેડા વિસ્તારના રહેવાસી હતા તેવું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બનતા જ એમના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ત્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

અમદાવાદમાં ચાર દિવસ પહેલા પણ એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક એસટી બસ ચાલકે એક્ટીવા પર સવાર પતિ પત્નીને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં પત્નીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં બ્રિજ પર જતી ટુ-વ્હીલરને પાછળથી કારે લગાવી જબરદસ્ત ટક્કર, પતિ-પત્ની બ્રિજ પરથી નીચે પડ્યા, બંનેનું એકસાથે કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*