સુરતમાં માતા અને 3 વર્ષના દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું, માતાએ દીકરાનો જીવ લીધો અને પોતાનું જીવન ટૂંકાવ્યું તેવી આશંકા…

Published on: 10:16 am, Mon, 22 August 22

હાલમાં બનેલી એક હૃદય દ્રાવક ઘટનાની સામે આવી છે. સુરતમાં બનેલી ઘટનામાં માતા અને ત્રણ વર્ષનો દીકરાનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટના સુરતના વેડરોડ વિસ્તારમાં બની હતી. અહીં રહેતા ઝાંઝમેરા પરિવારની માતા અને ત્રણ વર્ષનો દીકરો ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા માતા અને દીકરાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે માતાએ દીકરાનો જીવ લઈ લીધો હશે અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હશે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સુરતના વેડરોડ વિસ્તારના પ્રમુખ એપાર્ટમેન્ટના ચોથા માળ ઝાંઝમેરા પરિવાર રહેતો હતો. આ પરિવારના માતા અને દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, માતાએ સૌપ્રથમ ત્રણ વર્ષના દીકરાને ગળાફાંસો આપી દીધો અને ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવવી લીધું.

ઘટનાની માહિતી મળતા જ ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર યોગીતાબેન રાકેશભાઈ ઝાંઝમેરા અને તેમના દીકરા દેવાંશ ઝાંઝમેરાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

આ દ્રશ્યો જોઈને પરિવારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહ ને નીચે ઉતારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હા સમગ્ર ઘટનાને લઈને પોલીસ મૃત્યુ પામેલી મહિલાના પતિનું નિવેદન લીધું હતું.

આ ઉપરાંત આસપાસના લોકોને આપણને નિવેદન લીધા હતા. ઘરકંકાસના કારણે મહિલાએ આ પગલું ભર્યું હશે તેવું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં માતા અને 3 વર્ષના દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું, માતાએ દીકરાનો જીવ લીધો અને પોતાનું જીવન ટૂંકાવ્યું તેવી આશંકા…"

Leave a comment

Your email address will not be published.


*