દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી પહેલીવાર પોતાના દીકરા સાથે જોવા મળ્યા, પરિવાર સાથે શિવમંદિરમાં પૂજા કરી… જુઓ વાયરલ વિડિયો…

મિત્રો તમે બધા લોકપ્રિય ટીવી સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં ઘણા સમય પહેલા દયા ભાભી નું પાત્ર ભજવનાર દિશા વાકાણીને તો જરૂર ઓળખતા હશો. મિત્રો તમને જણાવી દઈએ કે દિશા વાકાણી 2017 થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં જોવા મળી નથી. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર દિશા વાકાણીનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં દિશા વાકાણી પોતાના પરિવાર સાથે જોવા મળી રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વિડિયો મહાશિવરાત્રીના દિવસનો છે. જેમાં તમે જોઈ શકો છો કે દિશા વાકાણી પોતાના પરિવાર સાથે ભગવાન શિવની પૂજા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં દિશા વાકાણી પોતાના પતિ બે સંતાનો તથા પરિવારના અન્ય સભ્યો સાથે જોવા મળી રહ્યા છે.

જેવા દિશા વાકાણીના ખોળામાં તેમનો દીકરો જોવા મળી રહ્યો છે. જ્યારે તેમની દીકરી સ્તુતિ પતિ મયુરના ખોળામાં બેઠેલી જોવા મળી રહે છે. મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી અને તેમનો દીકરો પહેલીવાર એક સાથે જોવા મળ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિશા વાકાણીના ખોળામાં બેસીને તેમનો દીકરો મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દયાભાભી ઉર્ફે દિશા વાકાણીનો લુક પણ ઘણો બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને દિશા વાકાણીના લાખો ચાહકો તેમને સીરીયલમાં પરત ફરવાની રિક્વેસ્ટ કરી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે દિશા વાકાણીના લગ્ન 2015માં મુંબઈના CA મયુર પડિયા સાથે થયા હતા. વર્ષ 2017માં દિશા વાકાણીએ દીકરીને જન્મ આપ્યો હતો. દિશા વાકાણી છ મહિનાનો બ્રેક લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં પરત ફરવાના હતા. પરંતુ ત્યારથી આજ સુધી દિશા વાકાણી સિરિયલમાં પરત ફર્યા નથી.

ગયા વર્ષે એટલે કે 2022 માં દિશા વાકાણીએ દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાતો થઈ રહી હતી કે દિશા વાકાણી હવે સિરિયલમાં પરત ફરશે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરત ફરે છે કે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*