દીકરી ગ્રીષ્માની નાની બહેને તેની બહેનની યાદમાં એક વિડીયો બનાવ્યો અને તેમાં લખ્યું કે, “મિસ યુ ગ્રીષ્મા દીદી”…

Published on: 3:18 pm, Fri, 6 May 22

સુરતમાં થોડા સમય પહેલા એક ચકચારી ઘટના બની હતી જેમાં હત્યારા ફેનીલ દ્વારા ખુલ્લેઆમ ગ્રીષ્મા વેકરીયાનો જીવ લઈ લેવામાં આવીયો હતો. જેની દલીલો ચાલી રહી હતી ત્યારે ગઈકાલે તેને લઈને સૌથી મોટો ચુકાદો આવ્યો હતો કે આરોપી ફેનીલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

કોર્ટ દ્વારા ચુકાદો આપતા આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો અને આ કેસ મામલે ગ્રીષ્માને ન્યાય મળે તે માટે ફેનીલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ત્યારે ગ્રીષ્મા સાથે વિતાવેલી એ પળોને યાદ કરતો ગ્રીષ્મા નો પરિવાર રડી રહ્યો છે તે સાથે વિતાવેલી એક એક પળ ના સંસ્મરણો ની સાથેના દિવસો પસાર કરી રહ્યા છે.

ત્યારે ગ્રીષ્માની નાની બહેનને તેની બેનની યાદમાં એક વિડીયો શેર કર્યો છે જેમાં તેણે લખ્યું છે કે ‘મિસ યુ ગ્રીષ્મા દીદી’. આ વિડીયો જોતા સૌ કોઈનું હૃદય સ્પર્શી આવે અને આંખો પાણીથી છલકાઈ જશે ત્યારે આ હત્યા કેસ મામલે કોર્ટે આજરોજ આરોપી ફેનીલને ફાંસીની સજા ફટકારી છે.

ત્યારે એવામાં જ જજશ્રી કોર્ટમાં આવ્યા પછી તેમણે સંસ્કૃત શ્લોકનું પઠન પણ કર્યું ત્યારે ત્યાં ઉપસ્થિત સરકારી વકીલ, ગ્રીષ્મા નો પરિવાર પણ હાજર રહ્યો હતો. કોર્ટમાંથી દાખલ થતાં ફેનીલને કઠેડામાં ઊભો રાખવામાં આવ્યો હતો અને જજ વિમલ કે વ્યાસે ચુકાદો વાંચે કે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યા છે.

અને ચુકાદો આવવાની સાથે જ કોર્ટે પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું અને ફેનિલ ને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન જોઈએ તો આરોપી ફેનીલ હસતો હસતો કોર્ટમાં આવ્યો હતો અને જ્યારે આરોપીને ફાંસીની સજાનો એલાન થયું.

ત્યારે તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ગમ દેખાતો ન હતો કે કોઈપણ પ્રકારની લાગણી દેખાતી ન હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલો એક વિડીયો સૌ કોઈની આંખમાં આંસુ લાવી દે એવો બની ગયો છે ત્યારે ગ્રીષ્માની સાથે વિતાવેલી એ પળોને યાદ કરીને તેની નાની બહેન ને એક વિડીયો બનાવ્યો છે અને શેર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરી ગ્રીષ્માની નાની બહેને તેની બહેનની યાદમાં એક વિડીયો બનાવ્યો અને તેમાં લખ્યું કે, “મિસ યુ ગ્રીષ્મા દીદી”…"

Leave a comment

Your email address will not be published.


*