બે દીકરા પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

Published on: 3:37 pm, Fri, 6 May 22

છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે એક RPSC અધિકારી પોતાના ખાનગી આવાસ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં લખ્યું છે કે, હું મારી સ્વતંત્ર ઇચ્છાથી પોતાનું જીવન ટૂંકાવી રહ્યો છું.

મારી પત્નીને કોઈ પરેશાન કરશો નહીં. મારા નાના દિકરાના લગ્ન પણ મોટા દીકરાની જેમ ધૂમધામથી કરવા જોઈએ. મળતી માહિતી અનુસાર અજમેરમાં તૈનાત RPSCના આસિસ્ટન્ટ સેક્રેટરી અજય કપૂરે પોતાના ખાનગી આવાસમાં ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આસિસ્ટન્ટ સેક્રેટરી અજય કપૂરના પુત્ર પાસેથી તેનો મોબાઈલ જપ્ત કર્યો છે. મોબાઈલ માંથી કોન્ટેક લિસ્ટ, વોટ્સએપ અને ફોટો ડીલીટ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અજય કુમારે ગુરુવારે પોતાની પત્નીની બે સાડી પાઇપમાં લટકાવી હતી અને ગળાફાંસો ખાઇ લીધો હતો. જ્યારે પરિવારના સભ્યો ગુરુવારે જયપુર થી અજમેર પહોંચ્યા ત્યારે તેમને આ ઘટનાની માહિતી મળી હતી. જ્યારે તેમની રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે અજય કુમારનું મૃત્યુ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

ત્યારબાદ અજય કુમાર ના મૃતદેહને નીચે ઉતારીને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. અજય કુમારના મૃતદેહના પાસેના એક ટેબલ માંથી સુસાઇડ નોટ મળી આવી છે. મળતી માહિતી અનુસાર અજયકુમાર તેના પરિવાર સાથે એક સંબંધીના ફંક્શનમાં જયપુર ગયા હતા.

પરંતુ બુધવારના રોજ મોડી રાત્રે અજયકુમાર એકલા અજમેર પહોંચ્યા હતા. જ્યારે ગુરૂવારના રોજ સવારે પરિવારના લોકો ઘરે પહોંચ્યા ત્યારે તેમને ઘરની અંદરથી અજય કુમાર નું મૃત્યુ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. અજય કુમાર આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજી કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે દીકરા પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*