જોખમી સવારી…! રાજકોટમાં બાળકો રીક્ષા ઉપર લટકીને શાળાએ જઈ રહ્યા છે, કાંઈક થશે તો જવાબદાર કોણ? – જુઓ જોખમી સવારીનો વિડીયો…

Published on: 4:22 pm, Sat, 16 July 22

સોશિયલ મીડિયામાં તમે દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત જોખમી સવારીના વિડીયો જોયા હશે. તમે ઘણી એવા વિડીયો પણ જોયા હશે જેમાં વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં અથવા તો સ્કૂલ વાહનમાં બહાર લટકીને જોખમી સવારી કરતા હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક જોખમી સવારીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમને ખબર જ હશે કે, સ્કૂલ વાહન અથવા તો સ્કૂલ રિક્ષામાં મન ફાવે એટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. વિદ્યાર્થીઓની સલામતીની કોઈપણ પ્રકારની ચિંતા કરવામાં આવતી નથી.

ત્યારે હાલમાં રાજકોટનો એક જોખમી સવારીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્કૂલ રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓને રીક્ષાની ઉપર બેસાડ્યા છે. સ્કૂલ રીક્ષા ઉપર બેઠેલા બાળકોનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આ વિડીયો રાજકોટની PDM કોલેજ પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બાળકો જીવના જોખમે જોખમી સવારી કરીને સ્કૂલે જતા નજરે પડી રહ્યા છે. આ વિડીયો વાયરલ થતા જ લોકો કહી રહ્યા છે કે, રીક્ષા ચાલકની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો, કેટલાક બાળકો રીક્ષા ઉપર લટકીને અને રીક્ષા ઉપર બેસીને સવારી કરતા નજરે પડી રહ્યા છે. આ બાળકો રીક્ષા ઉપર સવારી કરીને સ્કૂલે જઈ રહ્યા છે. એક જાગૃત નાગરિકે આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા.

અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમે જ કહો કે આ રીક્ષા ચાલક સામે કાર્યવાહી થવી જોઈએ કે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જોખમી સવારી…! રાજકોટમાં બાળકો રીક્ષા ઉપર લટકીને શાળાએ જઈ રહ્યા છે, કાંઈક થશે તો જવાબદાર કોણ? – જુઓ જોખમી સવારીનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*