એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાના 4 વર્ષના દીકરાને જીવતો ડેમમાં ફેંકી દીધો, માસુમનો દર્દનાક મોત…આ કારણોસર પ્રેમીએ આવું કર્યું…

Published on: 9:54 am, Sun, 4 December 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જસદણમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે અહીં માત્ર 4 વર્ષના બાળકનો જીવ લેવામાં આવ્યો છે. બાળકના જીવ લેવાનું કારણ જાણીને તમે પણ હચમચી જશો. મળતી માહિતી અનુસાર વિંછીયાના અમરાપરમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે પ્રેમિકાને મળવાનું કહ્યું હતું.

ત્યારે પ્રેમિકા યુવકને મળવા માટે ઇનકાર કરી દે છે. ત્યાર પછી મહિલા પોતાના બાળક સાથે એક લગ્ન પ્રસંગમાં ગઈ હોય છે. ત્યારે પ્રેમી પ્રેમિકાના બાળકનું અપહરણ કરી લે છે. ત્યારબાદ બોટાદ નજીકના તળાવમાં ડુબાડીને માસુમ બાળકનો જીવ લઈ લે છે. લગ્નમાં અચાનક જ બાળક ગુમ થતા માતાએ પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી હતી. આરોપીની ધરપકડ થયા બાદ સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો બોટાદના સરવા ગામે રહેતી સુવિધા બુધાભાઈ અણીયાળીયા નામની મહિલા પોતાના 4 વર્ષના દીકરા પ્રકાશને લઈને અમરાપુર ગામે તેના નણંદના દીકરાના લગ્ન પ્રસંગમાં ગઈ હતી.

અહીં લગ્ન પ્રસંગમાં અચાનક જ પ્રકાશ ગુમ થઈ ગયો હતો. પરિવારના લોકોએ તેને શોધવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે મળ્યો નહીં. તેથી પરિવારના લોકોએ છેવટે પ્રકાશ ગુમ થયો છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે પ્રકાશનું અપહરણ થયું છે.

શંકાના આધારે પોલીસે હરેશભાઈ ભોપાભાઈ ગ્રાભડિયા નામના વ્યક્તિની કડક પૂછપરછ કરી હતી. ત્યારે જાણવા મળ્યું કે તેને પ્રકાશનું અપહરણ કરીને બોટાદ નજીક એક ડેમમાં ફેંકી દીધો હતો. આ ઘટના બનતા જ બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સુમિતાના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા. પરંતુ સુવિધા ને હરેશ એક તરફથી પ્રેમ કરતો હતો અને અવારનવાર સુમિતાને હેરાન કરતો હતો. સુમિતા અમરાપર આવી ત્યારે રહેશે તેને મળવા માટે બોલાવી હતી. પરંતુ સુમિતાએ ના પાડી દીધી તેના કારણે ભરે છે સુમિતાના બાળકનો જીવ લઈ લીધો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાના 4 વર્ષના દીકરાને જીવતો ડેમમાં ફેંકી દીધો, માસુમનો દર્દનાક મોત…આ કારણોસર પ્રેમીએ આવું કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*