સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું કોવિડ કેર સેન્ટર, દર્દીઓના મનોરંજન માટે આની પણ કરવામાં આવી વ્યવસ્થા.

Published on: 11:22 am, Wed, 21 April 21

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કેટલીક બેઠકો પર વિજય મેળવ્યા બાદ સ્થાનિક લોકોના મદદ કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધર્યું છે. હાલમાં કોરોના ના કેસ માં થયેલા ઉછાળાના પગલે રાજ્યભરમાં કોવીડ બેડ અને આઇસોલેશન સેન્ટર ની જરૂરિયાત ઊભી થઇ છે.

આવા સમયગાળામાં દર્દીઓ માટે આઇસોલેશન તૈયાર કર્યું છે. મળતી જાણકારી પ્રમાણે, સુરતમાં કોરોના મહામારી વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા છે. વિવિધ સંસ્થાઓ સાથે મળીને આપે 6 આઇસોલેશન સેન્ટર ચાલુ કર્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ આઇસોલેશન સેન્ટરમાં 25 બેડની સુવિધા છે. દર્દીઓના મનોરંજન માટે એલઈડી સ્ક્રીન પણ મૂકવામાં આવી છે. આ સેન્ટરમાં આપના કોર્પોરેટરો અને કાર્યકરોની સાથે ડોક્ટરોની ટીમ પણ તૈનાત છે.

નાસ્તો અને બે સમયના ભોજન સાથે તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ઓક્સિજન સુવિધા સાથે ઇન્જેક્શન ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 11403 નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત નિપજયા છે.

આ સાથે જ 4179 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધીમાં 3,44,724 દર્દીઓ કોરોના મુકત થયા છે.લ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 5494 લોકોના મોત કોરોના ના કારણે થયા છે.

અને કોરોના કેસમાં દિવસેને દિવસે ચિંતાજનક ઉછાળો નોંધાય છે તો સાથે સાથે મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું કોવિડ કેર સેન્ટર, દર્દીઓના મનોરંજન માટે આની પણ કરવામાં આવી વ્યવસ્થા."

Leave a comment

Your email address will not be published.


*