કોરોના મહામારીનો કહેર ભારતમાં હાલ યથાવત છે. ઓગસ્ટ મહિનામાં ભારતમાં લગભગ 20 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે, જે વિશ્વના કોઈપણ દેશની સરખામણીએ એક મહિનામાં સૌથી વધુ કેસ છે. આ સમયગાળા દરમિયાન 28,859 લોકોનાં મોત નીપજ્યાં, જે ગયા મહિના કરતાં 50 ટકા વધુ હતા. ભારતના લોકો હવે કોરોનાનો કહેર જોઈને ડરી ગયા છે.
ભારતમાં, ઓગસ્ટ મહિનાના 31 દિવસ દરમિયાન કોરોના મહામારીથી 19,87,705 જેટલા લોકો સંક્રમિત થયા હતા. આ સાથે જુલાઈમાં યુ.એસ. માં નોંધાયેલા 19,04,462 કેસોનો રેકોર્ડ તૂટી ગયો હતો. ભારતમાં કોઈ પણ એક મહિનામાં સૌથી વધુ સંખ્યામાં અનિયંત્રિત કેસ નોંધાયા છે.હાલ ની સ્થિતી અત્યંત સ્ફોટક છે.
અમેરિકા અને બ્રાઝિલ ઓગસ્ટમાં ભારતની સરખામણીએ આગળ હતા. યુએસમાં 31 હજાર અને બ્રાઝિલમાં 29,565 લોકો મૃત્યુ પામ્યા હતા. અહીં ભારત ત્રીજા નંબરે છે, પરંતુ આ આંકડો ક્યાંયથી સકારાત્મક દેખાતો નથી. જો કોરોના કેસને નિયંત્રિત ન કરવામાં આવે તો, આવતા અઠવાડિયામાં પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે. એકંદરે આંકડા જોઈએ તો ભારતમાં 36 લાખ દર્દીઓ નોંધાયા છે, દેશમાં 7.9 લાખ સક્રિય કેસ છે.સક્રિય કોરોના કેસની વાત કરીયે તો, ફક્ત અમેરિકા જ આગળ છે. હાલમાં અમેરિકામાં 25.6 લાખ સક્રિય કેસ છે. જ્યારે ભારત મૃત્યુના મામલામાં ત્રીજા સ્થાને છે. યુ.એસ. માં, 1.87 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 1.2 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં આંકડો 65,373 છે. જે છુપાવવામાં આવતો હોવાના આરોપો પણ છે.
Be the first to comment