ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાન અંગે નીતિન પટેલે કરી મોટી જાહેરાત, જાણો વિગતવાર

ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને થયેલી નુકશાની અંગે નીતિન પટેલે ખેડૂતોને રાહત ના સમાચાર આપતા મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણસર ભારે નુકસાની થઈ રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે શરૂઆતમાં સારો વરસાદ પડયો હતો પરંતુ ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે.

નીતિન પટેલે કહ્યું કે ભારે વરસાદના કારણે જે કંઈ પણ નુકસાની થઈ છે તેનું યોગ્ય વળતર મળશે. તેનો યોગ્ય સર્વે થશે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર થી તરફથી મળતી યોગ્ય સહાય ખેડૂતોને આપવામાં આવશે.

રાજ્યમાં અત્યાર સુધી 120 ટકાથી પણ વધારે વરસાદ

સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કહેર હાલમાં યથાવત છે. રાજ્યમાં અત્યાર સુધી 120 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં તો 251.66 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાહત કમિશનર માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિ હાલમાં નિયંત્રિત છે. રાજ્યમાં NDRF ની 13 અને SDRF ની 2 ટીમ હાલ માં તેનાત છે.જયારે NDRF અને SDRF ની અન્ય 11 ટીમો સ્ટેન્ડ બાય છે. આ ઉપરાંત રાજ્યમાં 150 થી પણ વધારે જળાશયો હાઇ એલર્ટ પર છે. જ્યારે 12 જળાશયો એલર્ટ પર અને 12 જળાશયો વોર્નિંગ પર છે. સતત વરસાદના કારણે રાજ્યની 62 નદીઓ અને 78 તળાવ ઓવર ફ્લો થઈ ગયા છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*