ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ એક સીટ હારી ગઈ, જાણો કેવી રીતે થયો દાવ.

Published on: 9:28 am, Sun, 7 February 21

ગઈકાલે રાજકારણમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કદાચ સુરતની રાજનીતિનો પ્રથમ કિસ્સો હોઈ શકે છે. મહાનગર પાલિકાની ચૂંટણી માટે ગઈકાલે ઉમેદવારી નોંધાવવા માટે નો છેલ્લો દિવસ હતો.પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કોંગ્રેસમાં એક મોટો ફટકો પડયો છે.

અંતિમ ઘડીએ જ કોંગ્રેસ માંથી એક વિકેટ પડી ગઈ છે. કોંગ્રેસે જે ઉમેદવારોને ટિકિટ આપી તેને ઉમેદવારી ફોર્મ પર સહી કરતા પહેલા જ બાજી મારી. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ હારી ગઈ છે ચાલો આપણે જાણીએ કઈ રીતે.

પાસ નેતા ધાર્મિક માલવીયા વાજતે ગાજતે બળદગાડામાં બેસી ઉમેદવારી નોંધાવવા માટે નીકળ્યા હતા પરંતુ કોંગ્રેસે પાસ ના બે દાવેદારને ટીકીટ આપવાના વચન ન નિભાવ્યું હતું. છેલ્લી ઘડી સુધી ઉમેદવારોને મેન્ડેટ ન મળતા.

ધાર્મિક ઉમેદવારી ન નોંધાવી.આ મુદ્દે માહોલ ગરમાયો છે ત્યારે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ કોંગ્રેસના સત્તાધીશો પર રોષ ઠાલવ્યો હતો. સુરત પાસ એ બે ટિકિટ ની માંગ કરી ત્યારે માંગ ન સંતોષાતાં ધાર્મિક માલવીયા.

એ પોતાની દાવેદારી પરત ખેંચી હતી.પાસ નેતા ની ટિકિટ ખડતા હવે કોંગ્રેસને પોતાના પગ પર કુહાડી મારી છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા સહિતના પાસ ના કાર્યકરો અને.

આગેવાનોએ કોંગ્રેસને હરાવવાની ધમકી આપી છે. જોકે કોંગ્રેસ આમ પણ પહેલાથી ખાડામાં છે તેવામાં ખાડો કેવી રીતે કરાય તે આવનારા સમયમાં જોવાનું રહ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ એક સીટ હારી ગઈ, જાણો કેવી રીતે થયો દાવ."

Leave a comment

Your email address will not be published.


*