આજરોજ મોડી સાંજે અમદાવાદ આવશે ગૃહમંત્રી અમીત શાહ, જાણો અમદાવાદ આવીને શું કરી શકે છે પ્રથમ કાર્ય.

122

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ગૃહમંત્રી અમિત શાહને અમદાવાદની મુલાકાત ને ઘણી સૂચક માનવામાં આવી રહી છે.

સોમવારે લોકસભાના કામો માટે વહીવટીતંત્ર સાથે અમિત શાહ બેઠક કરશે. તેઓ મોડી સાંજે અમદાવાદ આવીને પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી શકે તેવી સંભાવનાઓ છે. આજથી ભાજપ જિલ્લા તાલુકા પંચાયત માટે.

ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક શરૂ થશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લિમ પાર્ટી ના નેતા અસુદ્દીન ઓવેશી એ ભરૂચ અને સુરત ની મુલાકાત લીધી હતી.

ભરૂચ મુલાકાત અગાઉ સુરત એરપોર્ટ પર મિડીયા સાથે તેઓએ વાર્તાલાપ કર્યો હતો તો સુરત એરપોર્ટ પણ કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓના આગમનના ઉત્સાહમાં સામાજિક અંતર ના ધજાગરા ઉડયા હતા.

ચાર દિવસ મુખ્યમંત્રી નિવાસસ્થાને સી.આર.પાટીલ ના પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને તાલુકા જિલ્લા પંચાયત, નગરપાલિકાઓના ઉમેદવારો અંગે મનોમંથન કરશે.231 તાલુકા પંચાયત.

31 જિલ્લા પંચાયત અને 81 નગરપાલિકાઓના ઉમેદવારો અંગે ચર્ચા થશે. ફોર્મ ભરવાનો ઉમેદવારો માટે અંતિમ દિવસ 12 ફેબ્રુઆરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!