CNG ગેસના ભાવમાં એક જ ઝટકામાં થયો આટલો વધારો – જાણો સીએનજી ગેસના નવા ભાવ…

Published on: 11:04 am, Fri, 1 April 22

દેશમાં નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ સીએનજી ગેસના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. દેશમાં સીએનજી ગેસની સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

દેશની જનતાને આજરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાથી રાહત મળી છે. અમદાવાદમાં અદાણી ગેસ તરફથી સીએનજી ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સીએનજી ગેસનો જુનો ભાવ 74.59 રૂપિયા ચાલતો હતો ભાવ વધારા સાથે સીએનજી ગેસનો નવો ભાવ 79.59 રૂપિયા થઈ ગયો છે.

વડોદરામાં સીએનજીનો ભાવ 76.84 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. પોરબંદરમાં સીએનજીનો ભાવ 82.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. ખેડામાં સીએનજીનો ભાવ 80.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. સુરેન્દ્રનગરમાં સીએનજીનો ભાવ 80.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.

અમદાવાદમાં સીએનજીનો ભાવ 79.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. નવસારીમાં સીએનજીનો ભાવ 80.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. આજરોજ સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લા દસ દિવસમાં પેટ્રોલના ભાવમાં 6.40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

દેશની રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 101.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 93.07 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. દેશની આર્થીક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ 116.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 100.94 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "CNG ગેસના ભાવમાં એક જ ઝટકામાં થયો આટલો વધારો – જાણો સીએનજી ગેસના નવા ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*