રાજ્યમાં ભારે વરસાદને લઇને સરકારની મહત્વની બેઠક યોજાઇ હતી.મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. વરસાદ પવનની ગતિ ના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.ગુલાબ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે
ત્યારે ગુલાબ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતાં નવું શાહીન વાવાઝોડું ઉભુ થયું છે. આવતીકાલે બપોરે એક વાગે કચ્છના નલીયા ના દરિયામાં શાહીન વાવાઝોડું ઉદ્ભવશે જેની અસર દ્વારકાથી માંડીને કચ્છના છેવાડાના દરિયા કિનારા સુધી રહેવાનું અનુમાન છે.
પોરબંદર અને જૂનાગઢના કલેક્ટર સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેલિફોનિક વાત કરી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોની સ્થિતિ પર નજર રાખવા સૂચના આપી હતી.
સાથે જરૂર જણાય તો સ્થળાંતર કરવાની અને લોકો માટે ભોજન અને આશ્ચય ની વ્યવસ્થા ઊભી કરવાનો આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.સાથે શાહીન વાવાઝોડાને લઈને પણ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!