કેન્દ્રની મોદી સરકારે દેશભરમાં ફરી લોકડાઉન લાદવાનો મોટો નિર્ણય લઈ લીધો ? જાણો શું કહ્યું મોદી સરકારે.

Published on: 4:01 pm, Tue, 20 April 21

કોરોના ની બીજી લહેરે દેશભરમાં કોરોનાનો કહેર મચાવ્યો છે. જેના કારણે દિલ્હીથી લઈને મહારાષ્ટ્ર સુધી સરકારે વિકેએન્ડ લોકડાઉન અથવા નાઈટ કરફ્યુ જેવો નિયંત્રણ લગાવ્યા છે.આંશિક રીતે લોકડાઉન જેવી તિથિ ની વચ્ચે લોકો ફરીથી ડરના માહોલમાં જોવા મળી રહ્યા છે.

હાલમાં દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં નથી આવ્યું પરંતુ અનેક રાજ્યમાં દુકાન ખોલવા નો સમય મર્યાદિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર દેશના અંદાજે 57 ટકા લોકો કોરોના ના કારણે લગાવવામાં આવેલ પ્રતિબંધથી પ્રભાવિત છે.

આ તમામ પ્રયત્નો છતાં કોરોના નવા કેસ સતત વધી રહ્યા છે.કોરોના ના કેસ ની વચ્ચે એક મીડિયા વેબસાઈટમાં લોકડાઉન ને લઈને અહેવાલ પ્રકાશિત થયો છે. રિપોર્ટમાં શક્યતા દર્શાવવામાં આવી છે.

કે શું મોદી સરકાર સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવા જઈ રહી છે. રિપોર્ટ ની પ્રથમ લાઈનમાં જ કહેવામાં આવ્યું છે કે કોરોના ને રોકવા માટે કેન્દ્ર સરકાર દેશભરમાં લોકડાઉન ની જાહેરાત કરી શકે છે.

વેબસાઇટ પર રવિવારે બપોરે અંદાજે 12 કલાકે પ્રકાશિત આ રિપોર્ટમાં પીઆઈબી ની ફેકટ ચેક ટીમે ફગાવી દીધો છે.નોંધનીય છે કે.

પીઆઈબી ફેકટ ચેક કેન્દ્ર સરકારની પોલીસી સ્કીમ, વિભાગો, મંત્રાલયો ને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકાર થી જોડાયેલ કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેકટ ચેક ની મદદ લઈ શકાય છે.

કોઈ પણ પીઆઈબી ફેકટ ચેક નો સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટસએપ નંબર 918799711259 પર મોકલી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્રની મોદી સરકારે દેશભરમાં ફરી લોકડાઉન લાદવાનો મોટો નિર્ણય લઈ લીધો ? જાણો શું કહ્યું મોદી સરકારે."

Leave a comment

Your email address will not be published.


*