નોકરી પરથી મિત્ર સાથે ઘરે પરત ફરી રહેલા, યુવકની બાઈકને કારે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર – સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ…

Published on: 2:58 pm, Tue, 8 February 22

કોટા-બારણ નેશનલ હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં એક ઝડપે જઈ રહેલી કારે બાઇકને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

અકસ્માત બન્યા બાદ તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલો યુવક કોટામાં ખાનગી વીજ કંપની KEDLમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના સોમવારના રોજ બની હતી જ્યારે યુવક પોતાની ડ્યુટી પૂરી કરીને મિત્ર સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું અકસ્માત થયું હતું. પોલીસે આ યુવકના મૃતદેહનેના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારના સભ્યોને સોંપી દીધું હતું.

મૃત્યુ પામેલા યુવકનું નામ ગોવિંદ હતું. જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે તે ગોવિંદ પોતાના મિત્ર મહાવીર સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં પાછળથી આવતી એક કાર્ય તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં બાઇક પર સવાર બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગોવિંદનું કરૂણ મૃત્યુ થયું હતું.

જ્યારે મહાવીરને સામાન્ય ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ કાર ચાલક વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નોકરી પરથી મિત્ર સાથે ઘરે પરત ફરી રહેલા, યુવકની બાઈકને કારે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર – સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*