સી.આર. પાટિલે તેમના જ કાર્યકર્તાઓને બધાની વચ્ચે ખખડાવ્યા,કહ્યું કે ઓ ભાઈ……

Published on: 6:33 pm, Sun, 23 August 20

મીડિયા પત્રકારોની સાથેની વાતચીતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે ભાજપ નેતા રાજ ધુર્વ ને બધા ની વચ્ચે ટકોર કરી હતી.કહ્યું કે હું જવાબ આપવા માટે બેઠો છું, તમે વચ્ચે ના બોલશો”

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે હતા.ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી નું શહેર એટલે કે રાજકોટમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ભાજપના પ્રવક્તા રાજુ ધૂર્વ વચ્ચે બોલતા પાટીલે ગુસ્સે થઈ ગયા. ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં ટકોર કરી હતી કે હું બેઠો છું અહીં જવાબ આપવા માટે. તમે વચ્ચે ના બોલો આવા પાટીલ ના તેવર જોઈ તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

વાત એવી હતી કે પત્રકારોના પ્રશ્નોનો જવાબ પાટીલ આપી રહ્યા હતા. ત્યારે એક પત્રકારોએ પાટીલ ને લાંબો પ્રશ્ન પૂછ્યો. પાટીલે કહ્યું અરે ભાઈ તમે સીધો પ્રશ્ન પર આવી જાઓ ને. તો વચ્ચે રાજુ ધૂર્વે એ પત્રકારને કંઈ કહેવા લાગ્યો.ત્યારે પાટીદાર હળવા ગુસ્સામાં આવ્યા અને રાજુ ધુર્વે ને ટકોર કરતાં કહ્યું કે હું જવાબ આપવા માટે બેઠો છું, તમે વચ્ચે ન બોલો. પાટીલ ના આ ટકોર ના વીડીયા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.