રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું કે રાજ્યમાં 4 સપ્ટેમ્બર સુધીમાં પૂરની સ્થિતિ નું નિર્માણ થવાની સંભાવના

807

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ આગાહી કરવામાં આવી છે જેમાં તેમને 4 સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.

ગુજરાત રાજ્યમાં ભરપૂર ચોમાસુ જામ્યું છે. શ્રાવણના શ્રી કાર બાદ હવે ભાદર ની રેલ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરેલ છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 4 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ વાવાઝોડા સાથે આવી શકે છે અને રાજ્યમાં પૂરની સ્થિતિનું નિર્માણ કરે તેવી સંભાવના સેવાઈ રહી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે 25 ઓગસ્ટથી 4સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પંચમહાલ અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદ આવશે.ઉત્તર ગુજરાતમાં વરસાદ વાવાઝોડા સાથે આવતા પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના કરી છે.