સુરતની સાડી ખરીદવી હવે પડશે બહુ મોંઘી,અધધ આટલા રૂપિયા નો થયો વધારો

Published on: 10:32 am, Sun, 31 October 21

સુરત કાપડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે હવે સુરતની સાડીઓ ની કિંમતમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. કાપડ બનાવવાની બધી જ પક્રિયાઓમાં જોબ ચાર્જિંસ માં વધારો કરવામાં આવ્યો છે.જેના કારણે 15 દિવસથી સાડી અને ડ્રેસ મટીરીયલ્સની કિંમતમાં જે વધારા કરવા પર વિચારણા કરવામાં આવી રહી હતી.

દિવાળી પછી માર્કેટ ખુલતાની સાથે જ કાપડની તમામ ક્વોલિટી પર 250 થી 1000 સુધીની સાડીઓ ની કિંમત પર સો રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઓક્ટોબર મહિના દરમ્યાન કાપડના વેપારીઓ અને પ્રોસેસિંગના માલિકો વચ્ચે લાંબા સમયથી જોબચાર્જ વધારવા માટે મંડાગાંઠ ચાલી રહી હતી.

જોકે મિલો બંધ થવાના પગલે આખરે જોબચાર્જ નો ભાવ વધારો સ્વીકારી લેવામાં આવ્યો છે અને હવે તેની અસર તૈયાર કાપડના દર પર જોવા મળશે.છેલ્લા પંદર દિવસથી કાપડ માર્કેટના વિવિધ સંગઠનો દ્વારા વેપારીઓની મિટિંગ બોલાવીને કાપડના ભાવમાં 25 ટકા સુધીનો વધારો કરવા ચર્ચા કરવામાં આવી હતી.

પણ હવે દિવાળીની રજાઓ નજીક આવતા વેપારીઓ દ્વારા વેપાર નો હિસાબ કરીને રજાઓ પર ઉતારવાની તૈયારી થઈ રહી છે. દિવાળી પછી સાડી ની કિંમતમાં વધારો થશે અને સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતની સાડી ખરીદવી હવે પડશે બહુ મોંઘી,અધધ આટલા રૂપિયા નો થયો વધારો"

Leave a comment

Your email address will not be published.


*