રાજ્યમાં કોરોના કેસમાં થયો ઉછાળો,કેન્દ્ર સરકારે તાબડતોબ આપ્યા મોટા આદેશ

Published on: 10:44 am, Sun, 31 October 21

કોરોનાના કેસોમાં વધારો અને સાપ્તાહિક સંક્રમણ દર અને ટેસ્ટિંગમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્ય સરકારને ચેતવણી આપી છે. તેમને કહ્યું કે કોરોના માર્ગદર્શિકા ના કડક અમલીકરણ પર ભાર મુકતા તેમને આ પરિમાણોની સમીક્ષા કરવાનું કહ્યું છે.

26 ઓક્ટોબરના રોજ આસામ અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાએ ગયા અઠવાડિયા થી નવા કેસોમાં વધારો અને ચેપ ના કેસ તરફ ધ્યાન દોર્યું હતું. છેલ્લા 4 અઠવાડિયા થી 25 સપ્ટેમ્બર સુધી વધારાના પારંભિક સંકેતો સામે આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ 22 ઓક્ટોબર એ પશ્ચિમ બંગાળને પત્ર લખ્યો હતો અને આ મહિનાની શરૂઆતમાં દુર્ગા પૂજા પછી કોલકાતામાં સંક્રમણ ના કેસોમાં વધારો થવા પર ચિંતા વ્યક્ત કરી હતી.

આસામ ને લખેલા પત્રમાં આહુજા એ જણાવ્યું કે ગયા અઠવાડિયાથી સાપ્તાહિક નવા કેસોમાં 41 ટકા વધારો થયો છે.છેલ્લા ચાર અઠવાડિયાથી સંક્રમણના પ્રસાર માં વધારો થવાનો સંકેત પણ મળી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!