પ્રેમી અને પરિણિત પ્રેમિકાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, પ્રેમીનું કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 3:59 pm, Fri, 6 May 22

છેલ્લા ઘણા સમયથી જીવવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે હાલમાં એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. યુવકની સાથે તેની પ્રેમિકાએ પણ ઝેરી દવા પી લીધી હતી. પરંતુ તેનો બચાવ થયો હતો હાલમાં તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ સમગ્ર ઘટના ઉજ્જૈન શહેરમાં બની હતી.

મળતી માહિતી અનુસાર યુવક અને યુવતી બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. છોકરી પરિણિત છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતું અને પોલીસ યુવતીના નિવેદનની રાહ જોઈ રહી છે.

મળતી માહિતી અનુસાર 26 વર્ષીય રજત અને તેની પ્રેમિકા પૂજા ઠાકુર મુનિનગરમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. ગુરૂવારના રોજ બંને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ સૌપ્રથમ રજતના પરિવારજનો રજતને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ત્યાંથી તેને જિલ્લાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. તપાસ બાદ ડોક્ટરે રજાતને મૃત જાહેર કર્યો હતો. પૂજાની સારવાર જિલ્લાની હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે રજતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું છે. રજતના પિતા સંજય યાદવ હોટલ ચલાવે છે.

મળતી માહિતી અનુસાર પૂજા પહેલેથી જ પરિણિત હતી. લગ્નના થોડાક દિવસ બાદ પૂજા તેના પતિને છોડીને રજત સાથે રહેવા ચાલી ગઈ હતી. રજતના માતા-પિતા અને રજૂઆત અને પૂજાના સંબંધ પસંદ ન હતો. રજતના માતા પિતાના લગ્ન અન્ય યુવતી સાથે કરાવવા માંગતા હતા. ર

જતના લગ્નની માહિતી મળતા જ પૂજા રોષે ભરાઇ હતી. તેને લઈને બુધવારના રોજ રજત અને પૂજા વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. ત્યારબાદ બંને ચાર વાગ્યાની આસપાસ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં રજતનું કારણ મૃત્યુ થયું હતું. હાલમાં પૂજા ની સારવાર ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રેમી અને પરિણિત પ્રેમિકાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, પ્રેમીનું કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*