ગોંડલ નજીક બોલેરો જીપનું ટાયર ફાટતા અલ્ટો કાર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 6:30 pm, Wed, 5 January 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગોંડલ નજીક બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ગોંડલ નજીક મોટી ખીલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે અને અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેઓને સારવાર માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર દેરડી કુંભાજીના ઉદાભાઈ શાકભાજી લઈને પોતાની GJ 14 X 9781 નંબરની બોલેરો જીપ લઈને જઈ રહ્યા હતા. ત્યારે મોટી ખીલોરી ગામ ની પ્રાથમિક શાળા પાસે બોલેરો જીપનું ટાયર ફાટી ગયું હતું અને ઉદાભાઈ સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો.

ત્યારે સામેથી આવી રહેલી GJ 01 KD 2755 નંબરની અલ્ટો કાર સાથે બોલેરો કાર એ જબરદસ્ત ટક્કર લીધી હતી. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા હતા. જેમાં એકનું નામ જયાબેન અને એક વ્યક્તિનું નામ રોહિતભાઈ હતું.

મળતી માહિતી અનુસાર ઉદાભાઈ અને રોહિત ભાઈ ને સારવાર માટે 108 ની મદદથી ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ રોહિતભાઇને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જતી વખતે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગોંડલ નજીક બોલેરો જીપનું ટાયર ફાટતા અલ્ટો કાર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*