તળાજામાં બાઈક પર ઘરે જઈ રહેલા બે વ્યક્તિને બોલેરો ચાલકે લીધા અડફેટેમાં – 24 વર્ષના યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 10:34 am, Mon, 11 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે તળાજા ફુલસર ગામ પાસે નાવલી નદીના પુલ પર બનેવી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. નાવલી નદીના પુલ પર બોલેરો પિકઅપ વાહને એક બાઇકને અડફેટેમાં લીધી હતી.

આ ઘટનામાં બાઇક પર સવાર એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને તળાજા તાલુકાના રોણવેલ ગામે રહેતા રોહિતભાઈ કાંતિભાઈ ભટ્ટે તળાજા પોલીસ મથકમાં GJ 04 AT 7537 નંબરના બોલેરો પીકપ વાહન સામે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ રોહિતભાઈ અને હિંમતભાઈ નામના વ્યક્તિ મસ્તરામધરા સપ્તાહમાં ગયા હતા. ત્યાંથી પ્રસાદ લઈને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે ફુલસર ગામ નાવલી નદીના પુલ પાસે તેમની બાઇકને GJ 04 AT 7537 નંબરના બોલેરો પિકઅપ વાહને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં 24 વર્ષીય હિંમતભાઈનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. ત્યારે રોહિતભાઇને હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર હિંમતભાઈ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

હિંમતભાઈ ના પરિવારમાં તેમના માતા-પિતા તેમજ ચાર ભાઈઓ અને એક બહેન છે. જેમાંથી હિંમતભાઈ સૌથી મોટા હતા. હિંમતભાઈ ના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઇને તળાજા પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "તળાજામાં બાઈક પર ઘરે જઈ રહેલા બે વ્યક્તિને બોલેરો ચાલકે લીધા અડફેટેમાં – 24 વર્ષના યુવકનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*