ધંધુકાના માલધારી સમાજના મૃત્યુ પામેલા કિશન ભરવાડની દીકરીને આશીર્વાદ આપીને, અલ્પેશ ઠાકોરે 1 લાખ રૂપિયા આપ્યા…

Published on: 5:05 pm, Tue, 1 February 22

ધંધુકામા મૃત્યુ પામેલા કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના આપવા માટે અલ્પેશ ઠાકોર તેમના ઘરે પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોરે કિશન ભરવાડની દીકરીને આશીર્વાદ રૂપે એક લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત કિશન ભરવાડના પરિવારને સાંત્વના આપવા માટે ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પરિવારજનો પાસે પહોંચ્યા હતા.

જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્યાં પહોંચ્યા ત્યારે પરિવારજનોમાં રોક્કળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ ઉપરાંત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા.

માલધારી સમાજના કિશન ભરવાડના મૃત્યુ બાદ રાજ્યના અલગ અલગ ખૂણાઓ પર રેલીઓ કાઢીને કિશન ભરવાડને જલ્દી ને જલ્દી ન્યાય મળે તેવી માંગ ચાલી રહી છે. ગુજરાત રાજ્યના જાણીતા સાહિત્યકારો, દિગ્ગજ નેતાઓ તમામ લોકોએ મૃત્યુ પામેલા કિશન ભરવાડ પર પોતાનું નિવેદન આપ્યું હતું.

મૃત્યુ પામેલા કિશન ભરવાડના મામલે જાણીતા સાહિત્યકાર રાજભા ગઢવી એ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. રાજભા ગઢવી તમામ સમાજના આગેવાનોને સાથે મળીને કામ કરવાનું કહ્યું હતું.

25 જાન્યુઆરીના રોજ સાંજના સમયે બાઈક પર આવેલા બે યુવકોએ કિશન ભરવાડ પર પ્રહાર કર્યા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં કિશન ભરવાડ ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

કિશન ભરવાડના મૃત્યુ બાદ માલધારી સમાજ ભારે ગુસ્સામાં ભરાયું હતું. એટલું જ નહિ પરંતુ કિશન ભરવાડ ની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપરાંત તે દિવસે ધંધુકા બંધનો પણ એલાન હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધંધુકાના માલધારી સમાજના મૃત્યુ પામેલા કિશન ભરવાડની દીકરીને આશીર્વાદ આપીને, અલ્પેશ ઠાકોરે 1 લાખ રૂપિયા આપ્યા…"

Leave a comment

Your email address will not be published.


*