ગુજરાત રાજ્યમાં 2022માં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા પાટીદારોમાં નારાજગી જોવા મળી છે. તે માટે પાટીદારોને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટીના રાજકીય પ્રયત્નો શરૂ કર્યા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રાના બહાને પાટીદારોના રાજકીય મૂટ જાણવાના પ્રયત્નો શરૂ છે. ત્યારે બીજી તરફ પાટીદાર આંદોલન વખતે પાટીદારો સામે ના પોલીસ કેસ અને પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો અને સરકારી નોકરી આપવાનો મુદ્દો ભાજપના ગળામાં હાડકુ બની રહેશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે પાટીદારોમાં મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
જેને લઇને કેન્દ્રીય મંત્રીમંડળમાં પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેબિનેટ મંત્રી બનાવી ને લેવા અને કડવા પાટીદારોને રીઝવવાના પ્રયાસો ચાલુ છે. આ ઉપરાંત પાટીદારોના ગઢ વિસ્તારમાં પણ જવાન આશીર્વાદ યાત્રાને પ્રોત્સાહન મળતું નથી.
આ ઉપરાંત થોડાક દિવસ પહેલા જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા નિવેદન આપ્યું હતું કે ભાજપ એટલે પાટીદાર, જેને લઇને ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નવા વ્યક્તિગત નિવેદન છે.
આ ઉપરાંત SPG ના નેતા લાલજી પટેલે પણ કહ્યું હતું કે પાટીદારો ભાજપ ની સાથે રહીને અન્ય રાજકીય પક્ષો સાથે છે. આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ નિવેદન આપ્યું હતું કે પાટીદારો કોઈના ગુલામ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!