ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ ઉપયોગ કરશે આ માસ્ટર પ્લાન, જાણો વિગતો.

Published on: 8:16 pm, Wed, 16 June 21

અત્યારે ગુજરાત રાજ્યમાં રાજકીય માહોલ છવાઇ ગયો છે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોમાં હલ ચલ થવાનું શરૂ થઇ ગયું છે. એ તરફ ભારતીય જનતા પાર્ટી પોતાને સત્તાને ટકાવવાના પ્રયત્ન કરી રહી છે અને બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી એન્ટ્રી મારી દીધી છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો 182 બેઠકો પર લડશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા જ તમામ ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓ વચ્ચે એક બેઠક કરવામાં આવી હતી.

બેઠક બાદ સપાટી સતત એક્ટિવ છે ભાજપ દ્વારા સતત બેઠકો કરવામાં આવી છે ત્યાર બાદ હવે ભાજપ પોતાની બ્રહ્માસ્ત્ર વિધાનસભાની ચૂંટણીમાં ચલાવશે. ધારાસભ્યોની બેઠકમાં ભાજપ દ્વારા તેજ સમિતિનું લેખન કરવામાં આવ્યું.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ તેઓના તમામ ધારાસભ્ય અને પોત પોતાના વિસ્તારના એ સમિતિના કાર્યો પૂર્ણ કરવાનો આદેશ આપી દીધો છે.

પેજ સમિતિની વાત કરીએ તો હાલમાં ભાજપ 80 ટકા કામ પૂર્ણ કરી ચૂકી છે. પાર્ટી દ્વારા ધારાસભ્યોને આગામી બે જ મહિનામાં પેજ સમિતિનું કામ પૂર્ણ કરી દેવાનો આદેશ આપ્યો છે.

જે લોકોની સમિતિ બની જાય તે બાદ લિસ્ટ મોકલવાનો પણ આદેશ અપાયો છે. જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સમિતિને બ્રહ્માસ્ત્ર તરીકે ગણે છે.

આ ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી દરમ્યાન ભાજપને પ્રચાર કરવા માટે પેજ સમિતિ પાર્ટી માટે ખૂબ જ ઉપયોગી બનશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ ઉપયોગ કરશે આ માસ્ટર પ્લાન, જાણો વિગતો."

Leave a comment

Your email address will not be published.


*