ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી અંગે ઉમેદવારો ને લઈને ભાજપ કરશે મોટી જાહેરાત, સૂત્રોના જણાવ્યા અનુસાર આટલા ની ટિકિટ પાકી!

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બર ના રોજ યોજાવાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાલમાં બંને પક્ષ તરફથી જોરશોરથી ચાલી રહી છે.ઉમેદવારોની પેનલ નક્કી કરવા માટે આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજવામાં આવશે.ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં આઠ બેઠકોના ઉમેદવાર સંદર્ભે ચર્ચા હાથ ધરવામાં આવશે અને બેઠકો માટે ઉમેદવારોની પેનલ બનાવવામાં આવશ.

આ પેનલને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની આઠ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

પ્રદેશ પ્રમુખે પક્ષ પલટુ અને ટિકિટ આપવા માટે અણગમો બતાવેલો હતો પણ ભાજપના સૂત્રો ના મત પ્રમાણે કોંગ્રેસના પાંચ પક્ષપલટુઓની ટિકિટ પાક્કી છે.ભાજપના સૂત્રોના માટે ૮ બેઠકો પૈકી પાંચ બેઠકો પર પક્ષ પલટો ની ટિકિટ પાક્કી માનવામાં આવી રહી છે.

તેમાં મોરબી, ધારી, અબડાસા, કપરાડા, કરજણ બેઠકનો સમાવેશ થાય છે.બાકીની ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવાર નક્કી કરશે એવું માનવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*