કૃષિ સુધારા બિલ – 2020 લોકસભામાં પસાર થયા બાદ દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણા અનેક રાજ્યોમાં ખેડૂત આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસે પણ દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન કરી બિલને પરત ખેંચવા માટે ઉગ્ર માંગ કરી છે. ખેડૂતો વિપક્ષોની વાત માં ભરમાય નહીં તે માટે હવે ભાજપ સક્રિય બન્યું છે. ગુજરાતમાં ગામડાંઓમાં ખાટલા બેઠક યોજી ખેડૂતોને કૃષિ સુધારા બિલ 2020 ની સાચી માહિતી આપવા ભાજપે નક્કી કર્યું છે. દેશભરમાં કૃષિ બિલનો વિરોધ થઈ રહ્યો છે.કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં લડાઇ લડવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.
ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોને સમર્થન મેળવી વિપક્ષોનો ઉગ્ર માંગ કરી છે.ખેડૂતોની આવક બમણી થશે તેવી વાતો કરવામાં આવી રહી છે ત્યારે જ કૃષિ બિલનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.આ સંજોગોમાં ભાજપની ભીતિ છે કે,ખેડૂતો વિપક્ષોની વાતોથી ભોળવાઈ જશે તો આગામી દિવસોમાં ભાજપને રાજકીય નુકસાન થશે અને જેના કારણે કમલમમાં ભાજપના પદાધિકારીઓની બેઠક મળી હતી.કમલમમાં ભાજપના પદાધિકારીઓની બેઠક મળી હતી એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું.
આજે વિપક્ષ કૃષિ બિલ વિશે પ્રચાર કરીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ગામડે ખાટલા બેઠકો કરીને ભાજપ ખેડૂતોને કૃષિ સુધારા બિલ કેટલું ઉપયોગી છે તે જણાવે. આ બિલ થી ખેડૂતોને કેટલો ફાયદો થશે તે વિષેની સાચી માહિતી આપવામાં આવે.
ખેડૂતોનામનમાંથી કૃષિ સુધારા બિલ વિશેની ગેરસમજ દૂર થાય જેથી ખેડૂતો આ વિશેની માહિતી આપવાની જવાબદારી ભાજપ કિશાન મોરચાને સોંપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!