ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે કરી મોટી આગાહી જાણો શું કરી આગાહી

Published on: 10:26 am, Tue, 29 September 20

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ફરી એક વખત હવામાન વિભાગે આગાહી કરી છે.આવનારા ચાર દિવસ સુધી છુટાછવાયા વરસાદ પ્રદેશ માં પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ 134 ટકા પડી ચૂક્યો છે. રાજ્યના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે કે રાજ્ય માં વરસાદનું જોર ઘટવા ની ખૂબ જ શક્યતાઓ છે.

 ભારતમાં વરસાદનું આગમન દક્ષિણ કેરળથી થાય છે અને તેની વિદાય પશ્ચિમ કચ્છ અને રાજસ્થાનમાંથી શરૂ થાય છે. હાલ આ સમય દરમ્યાન સૌરાષ્ટ્રમાં સવારનું ભેજનું પ્રમાણ ઘટયું છે. ફરી એક વખત વરસાદે વિરામ લીધો છે જે હવે ફરી વખત રાજ્યમાં ચાર દિવસ ઝાપટા માં જોવા મળી શકે છે. સમગ્ર દેશમાં આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં પડયો છે.

હવે ધીરે ધીરે ચોમાસુ વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આગામી ચાર દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડવાની સંભાવનાઓ વધારે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!