અલ્પેશ ઠાકોરના શક્તિ પ્રદર્શન પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું મોટું નિવેદન,કહ્યુ કે કોળી સમાજના…

Published on: 7:58 am, Tue, 9 November 21

અલ્પેશ ઠાકોરની રેલી મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મોટું નિવેદન આપ્યું છે.તેમા તેમણે કોળી સમાજના અગ્રણી અંગે જણાવ્યું કે અલ્પેશ ઠાકોરે સારી રેલી કરી છે તે માટે તેમને અભિનંદન પાઠવીએ

છીએ. તેમને જણાવ્યું હતું કે રાજકીય રીતે તાકાતનું પ્રદર્શન કરવું કંઈ ખોટું નથી.બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ફરી એકવાર ઠાકોર સેનાના નેતા અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જન્મદિવસ નિમિત્

આત્મદર્શન પદ યાત્રા યોજી હતી. આ પદયાત્રા 30 કિલોમીટર સુધી ચાલ્યા બાદ સદારામ બાપુ ના નિવાસ્થાને પૂર્ણ કરવામાં આવી હતી. આ પદયાત્રામાં અલ્પેશ ઠાકોર ની સાથે હજારો લોકો જોડાયા હતા.

રાજકીય ક્ષેત્રમાં ટોચ પર પહોંચવાની મહત્વકાંક્ષા નીકળેલા અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ અને પેટા ચૂંટણી હાર્યા બાદ રાજકારણમાં તેમનું

વર્ચસ્વ ઘટી ગયું છે. આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમને શક્તિપ્રદર્શન રૂપી પદયાત્રા યોજવાનું કામ કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!