હિમાચલ પ્રદેશ કેબિનેટની બેઠક માં મુખ્ય મંત્રી જયરામ ઠાકુરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કેબિનેટે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ ને રાજ્ય વિધાનસભાનું સત્ર 10 થી 15 ડિસેમ્બર, 2021
દરમિયાન કાંગડા જિલ્લાના ધર્મશાળામાં યોજવા માટે ભલામણ કરવાનો નિર્ણય કર્યો.આ બેઠકમાં ધોરણ 3 થી 7 વિદ્યાર્થીઓ માટે 10 નવેમ્બર, 2021 થી ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે 15 નવેમ્બરથી
શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.અગાઉના 50% ધોરણ ને બદલે સંપૂર્ણ ક્ષમતા સાથે પરિવહન બસો ચલાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેબિનેટે ભારતીય જનતા પાર્ટીના સુવર્ણ વિઝનની પ્રગતિની પણ સમીક્ષા કરી,તેને વર્તમાન રાજ્ય સરકાર દ્વારા નીતિ દસ્તાવેજ તરીકે અપનાવવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગે આ અંગે વિસ્તૃત
રજૂઆત કરી હતી. કેબિનેટ મુખ્ય સચિવની અધ્યક્ષતા માં સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે જેમાં હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી સિમલા અને કલસ્ટર યુનિવર્સિટી ના ચાન્સેલરો અને સચિવ શિક્ષણને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!