ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફરી એક વખત કર્યો કોરોના રિપોર્ટ જાણો શું આવ્યું પરિણામ?

Published on: 5:09 pm, Tue, 15 September 20

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નું તબિયત લથડતા તેમને થોડાક સમય પહેલા કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારના રોજ ફરી એક વખત સી આર પાટીલ નો કોરોના રિપોર્ટ કરાતા પોઝિટિવ આવ્યો હતો.

ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ નો પદભાર સંભાળ્યા બાદ સીઆર પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલી, જાહેર સભા તેમજ કાર્યકરો સાથે મોટી સંખ્યામાં બેઠકો યોજી હતી.આ કાર્યક્રમોમાં ભારે ભીડ જામતા ઘણા નેતા અને કાર્યકર્તાઓ કોરોના નો ભોગ બન્યા હતા.છેવટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખુદ જ કોરોના સંક્રમિત થયા હતા.

છેલ્લા છ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સી આર પાટીલ નો સોમવારે ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેમને પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. તબીબોના મતે, હજી પ્રદેશ પ્રમુખને એકાદ અઠવાડિયું હોસ્પિટલમાં રહેવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!