ભાજપ સરકાર ‘ચોર’ છે ! રાહુલ ગાંધી નો ખુલ્લો આક્ષેપ !

Published on: 10:12 am, Sun, 23 August 20

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ સરકારને સીધું નિશાન તાકતા કહ્યું હતું કે,મોદી સરકાર દર વખતે કહે છે કે હું ચોકીદાર છું અને સરકારી તિજોરીમાંથી કોઈને ખાવા દસ નહીં અને ખાસ પણ નહીં પણ હવે સરકારી તિજોરીમાંથી પૈસા ચોરવાનું મોદી સરકાર ઉપર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર આક્ષેપ કરી ફરી એક વખત કેન્દ્રની ભાજપ સરકારને ઘેરી છે, તેમણે ટ્વિટ કરી કહ્યું હતું કે,રાફેલ ખરીદવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સરકારની તિજોરીમાંથી પૈસા ચોરવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી નું વાક્ય પણ ટાંક્યું હતું કે, સચ એક હે રાસ્તે કઈં હે!! નોંધનીય છે કે અગાઉ રાફેલ ના સોદા માં કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગણી સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસેમ્બર 2018માં ફગાવાઈ હતી.2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે રાફેલ સોદામાં લાંચ લેવાના મામલે મુદ્દો બનાવ્યો હતો.

જોકે ડિફેન્સ ક્ષેત્રે સરકારની કામગીરી નો અોડીત રિપોર્ટ સોંપ્યો ના આઠ મહિના પછી સીએનજી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે,ફ્રાન્સની કંપનીની દસોલ્ટસાથે કરવામાં આવેલા કરાર મુજબ તેમના ત્રણ વર્ષ પછી પોતાના અોફસેટ ભાગીદારોને તેના દ્વારા સોંદા ની માહિતી આપવામાં આવશે.

ગયા મહિને કંપની દ્વારા ભારતને 5 રાફેલ ની ડીલેવરી કરાઇ હતી.ભારતે કંપની સાથે 36 રાફેલ ખરીદવા રૂપિયા 59હજાર કરોડનો સોદો કર્યો છે.કરાર મુજબ કંપનીએ સોદાની તારીખ 36થી 67 મહિનામાં ભારતને 36 વિમાનોની ડીલેવરી કરવાની છે.આમ રાફેલ ખરીદીમાં મોટા ગોટાળા બાદ CAG ને પણ માહિતી આપવાનો સંરક્ષણ મંત્રાલય દ્વારા ઇનકાર કરાતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન તાકી સવાલ ઉઠાવ્યો હતો.

Be the first to comment on "ભાજપ સરકાર ‘ચોર’ છે ! રાહુલ ગાંધી નો ખુલ્લો આક્ષેપ !"

Leave a comment

Your email address will not be published.


*