આંતકવાદી ફંડિગ પર નજર રાખતી સંસ્થા ના લિસ્ટ માંથી બહાર આવવા માટે પાકિસ્તાને 27 વર્ષ પછી પ્રથમવાર કબૂલ્યું છે કે દાઉદ ઈબ્રાહીમ કરાચીમાં રહે છે.તેને શનિવારે છે આંતકવાદી સંગઠનો અને આંતકવાદી સાથે જોડાયેલા 88 લોકોનું લિસ્ટ સમગ્ર દુનિયા સામે જાહેર કર્યું હતું, એમાં મોટી વાત એ છે કે તેમાં દાઉદ ઇબ્રાહીમનું પણ નામ હતું. પાકિસ્તાને આ લિસ્ટમાં દાઉદના ઘરના 3 પાના નો ઉલ્લેખ કર્યો.પાકિસ્તાન મીડિયા તરફથી જણાવવામાં આવ્યું છે કે દાઉદ પાસે 14 પાસપોર્ટ છે.
પાકિસ્તાને આ કાર્યવાહી ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની ઓક્ટોબરમાં યોજાનારી મીટીંગ ને ધ્યાનમાં રાખીને કરી છે. પાકિસ્તાનનો હેતુ બ્લેકલિસ્ટ થતાં બચવાનો છે. પાકિસ્તાન હાલમાં ગ્રે લિસ્ટ માં છે. જે આંતકવાદીઓ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, તે ખાસ કરીને આઈ.એ.એસ, અલકાયદા અને તાલિબાનના નાના સંગઠનો સાથે જોડાયેલા છે. તેમાં મુંબઈ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ,મસૂદ અઝહર સહિત 88 પ્રતિબંધિત આતંકી સંગઠનો અને તેમના વડાઓ પર કડક નાણાકીય પ્રતિબંધ લાગ્યા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જાહેર કર્યું છે, જેમાં તેણે કહ્યું કે અમે UN ના ચાર્ટર પ્રમાણે પગલાં ભરી રહ્યા છીએ. અમને આશા છે કે અન્ય દેશો પણ પાકિસ્તાનના પગલાં સમર્થન કરશે.આ આતંકવાદીઓ પર પ્રતિબંધ મુકતા પહેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાને શુક્રવાર કેબિનેટની બેઠક બોલાવી હતી તેમાં દેશની આર્થિક સ્થિતિ તથા FATF ની બેઠક અંગે ચર્ચા કરી હતી.
દાઉદ મુંબઈમાં 1993માં થયેલા 13 વિસ્ફોટનો મુખ્ય આરોપી છે. આ વિસ્ફોટમાં 350 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનમાં દાઉદના ડઝન એક ઘર છે. આ ઘરમાંથી માત્ર ત્રણ એડ્રેસ જણાવાયા છે. પાકિસ્તાન સૈનિકો માટે બનેલી ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં તેનું ઘર છે. આ ઘર આર્મી ના મુખ્ય મથક થી 8 કિલોમીટર દૂર છે. બીજું ઘર વ્હાઈટ હાઉસ સાઉદી મસ્જિદ પાસે, ત્રીજું ઘર પલતિયલ બંગલો, નુર બાદ હિલ એરીયા કરાચીમાં છે.