રાજ્યના આ વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા રાહતના સમાચાર,જાણો વિગતવાર

183

કોરોના મહામારી ના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થા પર ખરાબ અસર પડી છે.વર્તમાન પરિસ્થિતિમાં વાલીઓ અને સ્કૂલ સંચાલકોની સમસ્યાને ધ્યાનમાં લઈ CBSE ગુજરાતી ધોરણ 9 અને ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ની મુદત 19 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.CBSE એક પરિપત્ર જાહેર કર્યું છે અને બોર્ડની પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓના ધોરણ 9 અને 11 ના રજિસ્ટ્રેશનની સાથે એડવાન્સમાં થતી હોય છે.

પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સ્કૂલ અને વાલીઓએ ખૂબ જ સમસ્યાનો સામનો કર્યો છે. તેને ધ્યાનમાં લઇને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર એ છે કે ધોરણ 9 અને 11 માં ભણતા વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા લંબાવવામાં આવી છે.અગાઉ સામાન્ય ફી સાથે રજીસ્ટર ની છેલ્લી તારીખ 4 નવેમ્બર હતી જે લંબાવીને 19 નવેમ્બર કરવામાં આવી છે.

જ્યારે લેટ ફી સાથે રજીસ્ટ્રેશન ની મુદત 20 થી 28 નવેમ્બર સુધી ની કરવામાં આવી છે.કુલ અને વાલીઓના સમયગાળામાં રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરી લેવા તાકીદ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ ડુંગળી માટે વધુ સમય ગાળો આપવાની માંગ કરવામાં આવી હતી તેને cbse દ્વારા સ્વીકારવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!