ગુજરાત રાજ્યમાં પેટ્રોલના ભાવમાં મોટો ઘટાડો, પેટ્રોલ પ્રતિ લીટરે પહોંચ્યું…

Published on: 11:01 am, Mon, 15 November 21

કેન્દ્ર સરકારે દિવાળીના દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 અને 10 રૂપિયા ના ભાવ નો ઘટાડો કર્યો હતો ત્યારે રાજ્ય સરકારે પણ વેટ ના દરમાં ઘટાડો કરતાં ગુજરાતમાં પેટ્રોલ પ્રતિ લીટર આશરે 14 રૂપિયા અને

ડીઝલમાં 4 રૂપિયા જેટલો ભાવ ઓછો થયો હતો અને મોંઘવારીમાં ફસાયેલી જનતાને થોડી રાહત મળી હતી.મહારાષ્ટ્રની રાજ્ય સરકારોએ વેટના દરો ઓછો નહીં કરતા ગુજરાત કરતા પાડોશી રાજ્ય માં પેટ્રોલ

17.62 રૂપિયા અને ડીઝલ 8 રૂપિયા વધારે છે. પાડોશી રાજ્યો ના લોકો વાહનોમાં ખાસ કરીને પેટ્રોલ ભરવા માટે ગુજરાતના પેટ્રોલ પંપો પર જતા હોય છે.

મધ્યપ્રદેશમાં પેટ્રોલ 108.24 રૂપિયા છે અને ડીઝલ 91.80 રૂપિયા છે. ગુજરાતમાં પેટ્રોલ 96.30 રૂપિયા અને ડીઝલ 90.30 રૂપિયા છે. રાજસ્થાનમાં પેટ્રોલ 113.08 રૂપિયા છે અને ડીઝલ 97.55 રૂપિયા છે. પાલનપુર ગુજરાત માં પેટ્રોલના ભાવ 95.46 રૂપિયા છે અને ડીઝલના ભાવ 89.47 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!