કેન્દ્ર સરકારે પેટ્રોલની એક્સાઈઝ ડ્યૂટીમાં પાંચ રૂપિયા અને ડીઝલની એકસાઇઝ ડયુટીમાં દસ રૂપિયાનો ઘટાડો કર્યો છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટરે 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડીને સમગ્ર ગુજરાતમાં નવો ભાવ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ સો રૂપિયા પ્રતિ લિટર ને પાર થઈ ગયું છે અને લગભગ રોજ 35 પૈસા મોંઘું થઈ રહ્યું છે.4 ઓક્ટોબર 2021 થી 25 ઓક્ટોબર સુધી
પેટ્રોલ એવરેજ કિંમત 8 રૂપિયા વધ્યું છે. પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.
મહત્વનું છે કે ગુજરાત સહિત બિહાર, આસામ અને ત્રિપુરા સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે તો આ સિવાયના અન્ય રાજ્યો પર ટૂંક સમયમાં રેટમાં ઘટાડો કરશે જેને લઇને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!