રાજનીતિના મોટા સમાચાર, કડવા અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ખોડલધામમાં રહેશે હાજર, જાણો કેમ.

182

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ખૂબ જ હાલ ચાલુ થઈ રહી છે. રાજ્યમાં સૌથી મોટું વર્ચસ્વ ધરાવતું સમાજ એવું પાટીદાર સમાજમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.

હાલમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવી જશે. જે બાદ ગુજરાતની રાજનીતિમાં મોટી ચર્ચા પણ થઈ રહી છે.

આ વર્ષે પાટીદાર સમાજના લેવા પટેલ અને કડવા પટેલ એક મંચ પર બેઠક જોવા મળશે. 12 જૂનના દિવસે યોજનારી આ બેઠકમાં લેવા અને કડવા પટેલ ના તમામ આગેવાનો હાજર રહેશે.

આ બેઠક ખોડલધામ કાગવડ મંદિર ખાતે યોજાશે બેઠક 10:00 યોજાશે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં હલચલ થઇ રહી છે.

તેવામાં એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો નરેશ પટેલ, મથુર સવાણી (સુરત), લવજી બાદશાહ (સુરત), જયરામ પટેલ (સીદસર મંદિર), દિલીપ મહેતા (ઊંઝા મંદિર) વાસુદેવ પટેલ (સોલા ઉમિયા કેમ્પસ)

રમેશ દૂધવાલા (સોલા ઉમિયા કેમ્પસ), આર.વિ પટેલ (વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન), ગગજી સુતરીયા (સરદાર ધામ), દિનેશ કુંભાણી (ખોડલધામ ટ્રસ્ટ) આ તમામ આગેવાનો કાલ સવારે ખોડલધામ આ બેઠકમાં હાજર રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!