મોટા સમાચાર : રાજ્યમાં બીડી અને સિગરેટ ને લઈને સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, બંધાણીઓને જાણવું જરૂરી

570

મહારાષ્ટ્રમાં કોરોના નું સંક્રમણ વધતા મહારાષ્ટ્ર સરકારે પ્રદેશમાં ખુલ્લી બીડી અને સિગરેટ વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી બહાર પાડેલું સર્ક્યુલર અનુસાર જે દુકાનમાં ખુલ્લી અથવા સિગરેટ વેચતા જોવા મળશે તેની પર પોલીસ અને નગરપાલિકાની ટીમ કડક કાર્યવાહી કરશે.સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ આપેલી માહિતી અનુસાર કાયદા હેઠળ આ આ કાયદાનો અમલ રાજ્યના દરેક નાગરિકને કરવાનો રહેશે.

બીડી-સિગરેટ સહિત તમામ તંબાકુ યુકત ઉત્પાદનો પેકેટ પર સ્વાસ્થ્યની ચેતવણી લખવી ફરજિયાત છે.જ્યારે લોકો ખુલ્લામાં બીડી અથવા સિગરેટ લે છે તો આ ચેતવણી જોઈ શકતા નથી. તેથી સરકારે ખુલ્લી બીડી-સિગરેટ ના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ થી અત્યાર સુધી 34761 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં 9 લાખ લોકો કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે જ્યારે 272775 લોકો હજી પણ કોરોના થી સંક્રમિત છે.

કોરોનાને કંટ્રોલ કરવા માટે રાજ્યમાં અત્યાર સુધી 62 લાખથી પણ વધારે લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!