રાજકોટ શહેરમાં કોરોના નું સંક્રમણ વધતા આટલા દિવસ બંધ રહેશે આ વસ્તુ, રાજકોટવાસીઓએ જાણવું જરૂરી

Published on: 4:48 pm, Sun, 27 September 20

રાજકોટ શહેરમાં કોરોના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. કોરોના નું સંક્રમણ અટકાવવા ચા હોટલના એસોસિએશન દ્વારા ત્રણ દિવસ ચાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટના આધારે મળતી માહિતી મુજબ શનિવાર, રવિવાર અને સોમવાર આમ ત્રણ દિવસ સંપૂર્ણ ચાની દુકાનો બંધ રહેશે. મળતી માહિતી મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચા અને પાનની દુકાન ઉપર સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન ન થતાં તેમજ વધારે પડતી ભીડ હોવાના કારણે એક બાદ એક 17 જેટલી પાનની દુકાનો સીલ કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની કડક કાર્યવાહી શરૂ થતાં રાજકોટ ટી સ્ટોલ હોટલ એસોસિયન શનિવાર રવિવાર અને સોમવારે ચા ની હોટલો બંધ રાખવાની જાહેરાત કરી છે.રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ દિવસથી શહેરના અનેક વિસ્તારોમાં ચા અને પાણી દુકાનો પર ટોળા એકત્ર થાય તે દુકાનો સીલ કરવાનું શરૂ કરેલ છે.

શુક્રવાર સાંજ સુધીમાં છેલ્લા 24 કલાકમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટમાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 588 અને ફૂલ મૂત્ર્યુઆંક 18 ને પાર પહોંચ્યો છે.

રાજકોટ શહેરમાં અત્યાર સુધી 173 લોકોને હોસ્પિટલની સારવાર બાદ રજા આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!