મહત્વના સમાચાર : ધોરણ-10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર

Published on: 10:46 am, Fri, 19 November 21

ગુજરાત શિક્ષણ બોર્ડ ની આગામી બોર્ડ પરીક્ષા ના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. જે અંતર્ગત ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થયા બાદ આજે 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કર્યા મુજબ ધોરણ 12 સાયન્સ ની બોર્ડ પરીક્ષા ના ફોર્મ 25 મી નવેમ્બરથી ભરાશે અને સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાના ફોર્મ 22 નવેમ્બરથી ભરાશે. સાયન્સ ના ફોર્મ ભરવાની મુદત 24 ડિસેમ્બર સુધી રાખવામાં આવી છે જ્યારે સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની મુદત 21 ડિસેમ્બર સુધી રખાય છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષા ને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ પ્રથમ તબક્કામાં 22 નવેમ્બરથી ધો 10 ની બોર્ડ પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ ની માર્ચ માં લેવાનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષા અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા દર વર્ષે દિવાળી પહેલા શરૂ થતી હોય છે પરંતુ કોરોના ના લીધે ગત વર્ષ બાદ આ વર્ષે પણ મોડી શરૂ થતા 22 નવેમ્બરથી ધોરણ 10 ના ફોર્મ ભરવાનું શરૂ થશે. શાળાઓએ વિધાર્થીઓને બોલાવીને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે અને 21 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!