માસ પ્રમોશન ને લઇને ગુજરાત ના લાખો વિધાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર,જાણો વિગતવાર

Published on: 7:06 pm, Sun, 18 October 20

ગુજરાત રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન ને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે દિવસથી ચાલુ વર્ષ 1 થી 8 માં માસ પ્રમોશન આપવામાં આવશે તેવા સમાચાર સામે આવ્યા છે.આ સમાચાર અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, માસ પ્રમોશન આપવા બાબતે કોઈ બાબત આ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી તેથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે.ગુજરાત રાજ્ય ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર કહી શકાય.

હાલમાં રાજ્ય સરકાર માસ પ્રમોશન આપવા અંગે કોઈ પણ જાતની વિચારણા કરી રહ્યું નથી.ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી ના કારણે છેલ્લા સાત મહિનાથી સ્કૂલો બંધ છે ત્યારે પ્રાથમિક ધોરણોના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપુ કે નહીં તે અંગે સરકાર હાલ વિચારણા કરી રહી છે તેવી અફવાઓ વહેવા લાગી હતી.

પરીક્ષા વગર ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને લઈ જવા કે નહીં તે અંગે હાલ સરકાર વિચાર કરી રહી છે તેવી વાતો રાજ્યમાં ફરતી થઇ હતી.

વાલી ઓ પણ માસ પ્રમોશન તરફેણ કરી રહ્યા છે જેથી શાળામાં ફી ભરવામાં રાહત મળી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!